રાજ્ય સરકાર દ્વારા ખાસ જી.આર. બહાર પાડી લેવાયેલ નિર્ણય
લાયકાત ધરાવતા લેબોરેટરી સંચાલકોને રીપોર્ટ પર સહીના અધિકાર અપાયા
નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા ખાનગી પેથોલોજી લેબોરેટરીના સંચાલન માટે આપવામાં આવેલા ચુકાદાની ગંભીર અસરોને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ખાસ જી.આર. બહાર બાડી લાયકાત ધરાવતા લેબોરેટરી સંચાલકોને રીપોર્ટ પર સહી કરવાના અધિકાર પરત કરતા રાજસ્ય લેબોરેટરી ટેકનોલોજી એસોસિએશન દ્વારા રાજય સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.
ભારત ભરમાં બી.એસ.સી. (માઈક્રો કેમેસ્ટ્રી) પદવી તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ટેકનોલોજીસ્ટ (ડી.એમ.એલ.પી., એમ.એસ. સી., પી.એચ.ડી) જેવી લાયકાત ધરાવતા હજારો લોકો સરકારમાં કે પોતાની આગવી લેબોરેટરી ચલાવે છે. ગુજરાત સરકારે પણ આજ લાયકાત ધરાવતા હજારો લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નીમણુંક આપવામાં આવી છે જેનો ક્યારેક વિરોધ કે અવરોધ ઉભો થયો ન હતો. તાજેતરમાં સુપ્રિમ કોર્ટના ચુકાદાના કારણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ખાનગી લેબોરેટરીના સંચાલન પર વિપરીત અસરો પડે તેમ હતી. જેમાં પ્રજાને આર્થીક સારીરીક વેદના ભોગવવી પડે તેમજ તાત્કાલીક સારવાર અશક્ય બની જતી હોય તેવા સંજોગોનું નિર્માણ થયું હતું.
રાજ્ય ભરમાં લેબોરેટરીની સેવા આપતા સંગઠને આ અંગે મુખ્ય મંત્રી સમક્ષ રજુ આત કરી હતી. જેને ધ્યાનમાં લઈ રાજય સરકાર દ્વારા ખાસ જી.આર. બહાર પાડીને લાયકાત ધરાવતી લેબોરેટરી સંચાલકોને રીપોર્ટ પર સહીનો અધિકાર આપ્યા હતા. રાજ્ય સરકારના આ નિર્ણયને આણંદ જીલ્લામાં પણ આવકારવામાં આવ્યો છે. આણંદ ખાતે ઘનશ્યામ પેથોલોજી લેબોરેટરી અને બ્લડ બેંક ધરાવતા ડો. જે.ડી. પટેલ દ્વારા નાયબ મુખ્ય મંત્રી આરોગ્ય મંત્રી નિતીનભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.