લેબ ટેકનીશ્યન લોહીના પરીક્ષણનો પ્રાથમિક રીપોર્ટ કરી શકાશે : પરિપત્ર
આ રીપોર્ટમાં એમડી અને ડીસીપીની સહીની જરૂર નથી: મીડીયમ અને એડવાન્સ રીપોર્ટના પરીક્ષણ નહિં કરી શકે
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તા.૨૩/8/૨૦૧૮ ના પરિપત્ર પ્રસિદ્ધ કરી રાજ્યમાં આવેલી તમામ લેબોરેટરીઓંના વર્ગીકરણ તેમજ ઈચ્છનીય તથા આવશ્યક માનવબળ નક્કી કરવા પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં ત્રણ વિભાગોમાં પરિક્ષણો નક્કી કરવામાં આવ્યા છે જેમાં હવે ટેકનીશીયન લોહીના પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરી શકશે. તેમાં એમ.ડી પેથોલોજીસ્ટ અને ડીસોપીની સહીનો જરૂરીયાત રહેશે. રાજ્ય સરકારના આ નિર્ણય ને એસોસીએશન ઓફ સેલ્ફ એમ્પલોઈડ ઓંનર્સ(પેરા મેડીકલ) ઓફ પ્રાઈવેટ પેથોલોજી લેબોરેટરીઝ ઓફ ગુજરાત એ આવકારી સંવેદન સરકારનો નિર્ણય આવકાર્યો છે.
એસોસીએશન ઓફ સેલ્ફ એમ્પલોઈડ ઓંનર્સ(પેરા મેડીકલ) માં પ્રાઈવેટ પેથોલોજી લેબોરેટરીક નો ગુજ રાત ( વેસ્ટ ઝોન )ની યાદીમાં જણાવાયું છે કે છેલ્લા ઘણા વર્ષોથી ભારતના ન્યાયાલયો માં પેથોલોજીસ્ટ અને લેબોરેટરી ટેકનીશિયન વચ્ચે ન્યાયીક જેગ જામ્યો હતો. એક વખત સપ્રિમ કોર્ટ ડોક્ટરર્સની તરફેણમાં ચુકાદો આપી (પા. પરંતુ ભારત સરકારે સમગ્ર પરિસ્થિતિ બારીકાઇથી અવલોકન કરતા આ ચુકાદો કદાચ હાલના કાયદા મુજબ બરાબર છે. પરંતુ પ્રજાહિતમાંચુકાદાનો અમલ અશક્ય માલુમ પડેલ. સમગ્ર કેસનો જીણવટભરી માહિતીના અભ્યાસ બાદ સરકારશ્રી એ એક કમિટીની રચના કરી અભ્યાસ કરી અંને અધિનિયમ રજુ કર્યો. ભારત સરકારે તા. ૧૮-5-૨૦૧૮ ના રોજ EXTRAORDINARY – THE GARETTE PF INDIA બહાર પાડી શ્રી નરેન્દભાઈ મોદીના વડપણ નીચે કામ કરતા સરકારે વર્ષો જુના પ્રશ્રોનો સુખદ અને વ્યવહારુ ઉકેલ લાવ્યા.
આ સંદર્ભ ગુજરાત સરકારને પ્રજાહિત માં ગુજરાતમાં પણ આ કાયદાનો અમલ થાય તે માટે ની રજૂઆત કરેલ કારણ કે ગુજરાતમાં પણ ૮૨, ધારાસભ્ય મતવિસ્તાર એવા છે કે જ્યાં પેથોલોજીસ્ટ નથી જેવા કે સૌરાષ્ટ્ર ની જ વાત કરીએ તો જસદણ, દાલવાડ, દ્રારકા જેવા તાલુકા સેન્ટરોમાં પણ પેથોલોજીસ્ટ ઉપલબ્દ નથી તો ત્યાની પ્રજાએ સમાન્ય રિપોર્ટ માટે મોટા સેન્ટરોમાં જવું પડે છે. જેથી પ્રજાએ આર્થિક, શારીરિક અને સમયની બરબાદી ના ભોગ બનવું પડે છે આ ઉપરાંત તેમને સારવાર આપતા ડૉકટર મિત્રો દર્દીને રિપોર્ટ વિના કઈ રીતે સારવાર આપી શકે ? ઈમરજન્સીમાં જયારે લોહીના રિપોર્ટની જરૂર પડે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જત આ અંગે ગુજરાત સરકારે વિનંતીઅને વાસ્તવિકતા મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી દયાન પર લાવવા માટે લેબોરેટરી એસોસીએસનનું પ્રતિનિધિ મંડળ માંગેલ જેમાં હાર્દિક બક્ષી , દિલીપભાઈ જોશી અને રાજુભાઈ ભટ્ટે રૂબરૂ રજૂઆત કરેલ.
મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી પણ આ બાબત દ્યાનમાં લઇ પ્રજાહિતમાં નિર્યણ લેવાનું વાચન આપ્યું અને કામ કરતી સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ એ સરકારના અધિનિયમને સર્કેરે પરિપત્ર સ્વરૂપે તાત્કાલિક અમલ માં મૂકી પોતાની આગવી સૂઝ સાથે હમેશાં સામાન્ય નાગરિક સાથે પુરાવો કરી એકવાર આપ્યો છે અને વર્ષોથી ચાલતા આ વિવાદોનો ખુબ જ ટૂંકા સમયમાં પ્રજાના હિત માં હકારાત્મક અંત લાવી દીધો છે.
આ નિયમ મુજબ લેબોરેટરીની ત્રણ ભાગમાં વહેચી દેવામાં આવી છે બેઝીક, મીડીયમ અને એડવાન્સ બેઝીક લેબોરેટરી માં બધા બેઝીક બાયોકેમિસ્ટ્રી રિઝલ્ટ જેવા કે બ્લડ સુગર, કીડની લીવર ચરબીને લગતા લીપીડ પ્રોફીઈલ તપાસની તથા હેમોગ્રામ રિપોર્ટ: લોહીના ટકા, બલ્ડગ્રુપ, તપાસ માટે લેબોરેટરી ટેકનીશીયન પોતે જ ટેસ્ટ રન રન કરી પોતાની ક સહીથી રિપોર્ટ આપી શકાશે. ક્યાય વધારાના નિદાનની નિષ્કર્ષની જરૂર હોય ત્યારે એમબીબીએસ ડૉ.ની સહીથી રિપોર્ટ કરી શકાશે. આ પ્રકારના રૂટીનના રિપોર્ટમાં ક્યાંક પામ એમડી પેથોલોજીસ્ટ ની સહીની આવશ્યકતા રહેશે નહિ. તે સ્પષ્ટ કરેલ છે આ ઉપરાંત મિડીયમ અંદ એડવાન્સ લેબોરેટરીમાં પેથોલોજીસ્ટની સહી ની જરૂરી છે તે પણ સ્પષ્ટ કરેલ છે જો કે સહી નોધનીય વાત એ છે કે ટેકનીશીયન પહેલેથી જ મિડીયમ અને એડવાન્સ લેબોરેટરીના પરીક્ષણો થી દુર રહેતા હતા.
આમ ગ્રામ્ય વિસ્તારની પ્રજા તેમજ ડૉકટર મિત્રોને સારવારમાં તકલીફ ન પડે અને છેવાડાના માણસ સુધી આરોગ્યની સેવા મળી રહે તે માટે ગુજરાત સરકારે લોકહિતમાં જે નિર્યણ લીધો છે તે માટે સમગ્ર લેબોરેટરી ટેકનીશીયન એસોસીએસન સભ્યો ગુઅજારતમાં પ્રમુખ હાર્દિક બક્ષી આભાર વ્યક્ત કરે છે. ડૉકટર મિત્રો તેમજ ટ્રસ્ટની લેબોરેટરીના સંચાલકો પણ આભાર માનેલ છે ગુજરાતના રાજ્યપાલશ્રી એ આ હુકમ તા. ૨૩ ઓગષ્ટ ૨૦૧૮ ના રોજ ઠરાવ ક્રમાંક પર ગ/ ૧૨૦૧૮/૧૦૩૨/અ પસાર કર્યો હતો.
તસ્વીર માં સર્વશ્રી વિપુલભાઈ ભટ્ટ રાજેશભાઈ ભટ્ટ, દિલીપભાઈ જોશી , છગનભાઈ ભોરણીયા અને હાર્દિક અલી(સૌરાષ્ટ , કચ્છ પ્રમુખ) નજરે પડે છે