રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
ગુજરાત: માઇક્રોબાયોલોજી, બીએસસી સહિતના અભ્યાસક્રમો પેથોલોજી લેબોરેટરી માટે માન્ય
લેબ ટેક્નોલોજિસ્ટ રૂટિન બ્લડ ટેસ્ટ કરવા સ્વતંત્ર
છેલ્લા ઘર્ણા વર્ષોથી ભારતનાં વિવિધ ન્યાયાલયો તેમજ સુપ્રિમ કોર્ટમાં લેબોરેટરી ટેકોલોજીસ્ટ અને પેથોલોજીસ્ટ વચ્ચે બ્લડ ટેસ્ટીંગ, રીપોટીંગ અને સાઇનીંગ ઓથોરીટી જેવા વિવિધ મુદ્દાઓને લઈને ન્યાયીક જંગ જીમ્યો હતો. જેનાં પરિણામે આ કેસ સુપ્રિમ કોર્ટમાં ગયો.
પેથોલોજીસ્ટ ડોક્ટરોની તરફેણ કરતી સંસ્થા એમસીઆઈ (મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા)ની દલીલોને સુપ્રિમ કોર્ટ સાંભળી, પરંતુ લેબોરેટરી ટેકોલોજીસ્ટની નેશનલ લેવલની કોઈ કાઉન્સીલ ન હોતાં ચુકાદો પેથોલોજીસ્ટની તરફેણમાં આપ્યો, ત્યારબાદ કેન્દ્ર સરકારે ના ચુકાદાને લઈને એક હાઈ લેવલ કમીટી બનાવી અને સામાન્ય પ્રજ પર સુપ્રિમ કોર્ટનાં આ ચુકાદાથી કેવી અસરો પડશે, એની સંપૂર્ણ જણકારી મેળવી આ કમીટીના રીપોર્ટ પરથી એવું તારણ નીકળ્યું કે પ્રજાહીતમાં આ ચુકાદાના અમલ કરવો અશક્ય છે.સામાન્ય પ્રજાની સુખાકારી માટે સતત ચિંતીત એવા આપણાં વડાપ્રધાનશ્રી નાં માર્ગદર્શન હેઠળ સી.ઈ.એ. માં સુધારો કરી એક ભારતીય રાજપુત્ર(ધ ગેઝેટ ઓફ ઇન્ડિયા) બહાર પાડીને આ વર્ષો જુનાં પ્રશ્નનો સુખદ અને વ્યવહારૂ ઉકેલ લાવ્યો.
આ સંદર્ભે ગુજરાત સરકારને પણ નિયમીત રજુઆતો કરવામાં આવી. કેન્દ્ર સરકારની આ કાયદામાં ગુજરાત રાજયમાં, અમલ થાય તે માટે લેબોરેટરી ટેકોલોજીસ્ટ એસોસિએશન(એસોપ્લોગ) એ અવિરત પ્રયાસો ચાલુ રાખ્યાં. ગુજરાત માં કેટલાય વિસ્તાર તો એવા છે જ્યાં પેથોલોજીસ્ટ છે જ નહી. જેમાં સામાન્ય પ્રજાને રૂટીનનું ટેસ્ટ માટે શારિરીક, માર્દિક અને તેમની હાડમારી વેઠવાનો વારો આવે.